મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે નવરંગા માંડવાનું પણ આયોજન મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તારીખ 30 ઓગસ્ટ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 30 ઓગસ્ટના રોજ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે સવારે 7 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. જ્યારે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. સાંજે 6-30 કલાકે નવરંગો માંડવો અને મહાપ્રસાદ યોજાશે. રાત્રે 9-30 કલાકે નાનું માંડલું અને ડાકની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, ડાકના કલાકાર કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને મંજીરાના કલાકાર દિનેશભાઈ માલણીયાત ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભુવાશ્રીઓ પણ હાજરી આપશે.