મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ, 75 સ્પર્ધકોએ લીધો ભાગ

- text


મોરબી : નીલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બે કેટેગરી હતી અને બન્ને કેટેગરીમાં 5-5 ઇનામો અપાયા હતા. જેમાં 75 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધાનો વિષય સ્વતંત્ર અને વિકસતા ભારતની સમસ્યાઓને ચિત્રો દ્વારા ઉજાગર કરવાનો હતો અને તમામ બાળકોના પ્રયાસો પ્રશંસનીય હતા. સ્પર્ધા માટે આવેલા ત્યાં હાજર તમામ મુસ્કાન સભ્યોનો આ સ્પર્ધાને સફળ બનાવવામાં મોટો હાથ હતો. નીલકંઠ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નીલકંઠ શાળાના સ્ટાફે પણ સફળતા તરફના પગલામાં ઘણો ફાળો આપ્યો. નિર્ણાયકની ભૂમિકામાં દિલીપભાઈ પરમાર, તુષારભાઈ ત્રિવેદી અને ડાલિમા સારડાએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

- text

- text