મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કરાઓકે સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કરાઓકે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાઈઓ મા FY BBAમાથી શનાવડા યશ, બહેનોમા TY BBAમાંથી રાવલ ફોરમ રહ્યા હતા.

દ્વિતિય ક્રમે FYBCOMમાંથી ફુલતરીયા આશા તથા તૃતિય ક્રમે FYBBA માંથી રાણપરા જીનલ રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કુશળ ગાયક હર્ષિતભાઈ શુક્લ કે જેઓ તાલુકા, જીલ્લા, ઝોન તેમજ રાજ્ય કક્ષાએ ગાયન સ્પર્ધામાં પ્રતિનિધત્વ કરી ચુક્યા છે તેઓએ વિશેષ સેવા આપેલી હતી. સ્પર્ધાના તમામ વિજેતાઓને પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text