મોરબી : મોરબીમાં તા. 27 ઓગસ્ટને રવિવારે પીજીવીસીએલની શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી હોસ્પિટલ ફીડરમાં સવારે 7:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરીને લઈ સિવિલ હોસ્પિટલ, જુના બસસ્ટેન્ડ સહિતના વિસ્તારોમા વીજ કાપ રાખવામાં આવશે. આ વીજકાપને પગલે 11 કેવી હોસ્પિટલ ફીડરમાં આવતા વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજાની સામે આવેલ શોપીંગ સેન્ટર, જયહિન્દ કોલ્ડ્રીંક વાળો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.