ખોખરા બેલા રોડની હાલત અત્યંત ખરાબ પરિસ્થિતીમા હોવાથી રોજ ખાડામાં ફસાતા અનેક વાહનોમોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા ખોખરા-બેલા રોડની એટલી બધી બદતર હાલત છે કે, આ રોડ ઉપર પડેલા ખાડામાં અનેક ભારે વાહનો ફસાય છે અને ટ્રાફિકજામની કાયમી હૈયાહોળી સર્જાઈ છે અને ભારે વાહનો પલ્ટી પણ જાય છે. આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. જેથી કાયમી ટ્રાફિકજામને કારણે ઉધોગકારો સહિતના વાહન ચાલકો ભારે મુશ્કેલીમા મુકાય ગયા છે.મોરબી સીરામીક ઝોનમા 8એ નેશનલ હાઈવેથી સ્ટેટ હાઇવે પીપળી રોડ જવા માટેના ખોખરા-બેલા રોડ ઉપર આશરે 300 સીરામીક ઉઘોગના યુનીટ આવેલા છે, પણ આ રોડની હાલત અત્યંત ખરાબ પરિસ્થિતીમા હોવાથી રોજ અનેક ટ્રક ફસાય છે. જેથી કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાઈ છે. ત્રણ-ચાર દિવસ પહેલા એક કંન્ટેનર પલ્ટી મારી ગયું હતું અને આજે એક રીક્ષામાથી બેરલો પડી ગયા હતા. આવી ઘટના રોજબરોજ બનતી રહે છે. આ રોડ ઉપર ગેસ ભરેલા રોજના 80-90 ટેન્કર પસાર થાય છે. આ પરિસ્થિતીમા તે રોડના ઉઘોગકારોને મોટી તકલીફો વેઠવી પડે છે, કલાકો સુઘી ટ્રાફીકજામમા ફસાયને ફેક્ટરીએ પહોચવામા સમય લાગે છે, તેમજ ટ્રાન્સપોર્ટરોને પણ આ રોડ ઉપરના યુનીટોને મટીરીયલ ભરવા માટે ટ્રક મોકલવી એ એક માથાનો દુખાવો છે. જો મોટા ખાડામાં ગેસ ટેન્કર પલ્ટી મારી જશે તો મોટી દુર્ઘટના બની શકે આવા સંજોગોમાં હવે તંત્ર ક્યારે આ રોડની સમસ્યા દુર કરશે તેના પર સૌની નજર છે.