મોરબી : મોરબીના જેતપર રોડને ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ હોય ડાયવર્ઝન યોગ્ય રીતે ન કઢાતા ભારે ટ્રાફીકજામની કાયમી હૈયાહોળી સર્જાઈ છે. જેમાં મોરબીના જેતપર રોડને ફોરટ્રેક માટે હાલ મહેન્દ્રનગરથી બેલા ગામ સુધી કામ ચાલુ હોય દરરોજની ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ બની ગઈ છે. આ રોડ ઉપર ચોકડી પાસે ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી અમુક વાહન ચાલકો આડેધડ વાહન લઈને જ્યાં જગ્યા મળે ત્યાં ઘુસી જતા ટ્રાફિકજામ બેવડાઈ છે. વાહન ચાલકો ટ્રાફિકજામ થયા બાદ આડેધડ ઘુસી જતા એકપણ વાહન ન નીકળે તે હદે ટ્રાફિકજામ સર્જાઈ છે. આજે પણ આ રોડ ઉપર ભંયકર ટ્રાફિકજામ થયો હતો અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.