મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પાનની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાનની દુકાનના સંચાલકને વિદેશી દારૂની આઠ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જયદીપ ચોકમાં બંસી પાનની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા લાયન્સનગરમાં રહેતા આરોપી દિલીપ રમેશભાઈ મકવાણાના કબ્જામાંથી રૂપિયા 2400ની કિંમતનો આઠ બોટલ ઓલ સીઝન્સ વ્હીસ્કીનો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.