મોરબી : આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોઈ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મોરબી OBS એન્ડ ગાયનેક સોસાયટી દ્વારા ખુલ્લી રહેનાર અને બંધ રહેનાર હોસ્પિટલની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં તારીખ 6,7 અને 8 સપ્ટેમ્બરના રોજ ડો. જયેશ પનારાની કલરવ હોસ્પિટલમાં ઓપીડી અને ઈમરજન્સી સેવા બંધ રહેશે. ડો. ભાવનાબેન જાનીની અનુજ હોસ્પિટલ તારીખ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન બંધ રહેશે. ડો. દેવીનાબેન અખાણીની દેવશ્રી હોસ્પિટલ તારીખ 6 થી 8 સપ્ટેમ્બર બંધ રહેશે. ડો. જે.એસ. ભાડેશિયાની ભાડેશિયા હોસ્પિટલ તારીખ 6 અને 7ના રોજ બંધ રહેશે. ડો કુસુમબેન દોશીની હોસ્પિટલ સાતમ-આઠમના તહેવારમાં ચાલુ રહેશે. ડો. હેમાબેન પટેલની સદભાવના હોસ્પિટલ અને ડો. જે.એલ. દેલવાડિયાની આગમન હોસ્પિટલ પણ ચાલુ રહેશે. ડો. હિનાબેન મોરીની માસુમ હોસ્પિટલમાં તારીખ 6 થી 8 દરમિયાન ઓપીડી બંધ રહેશે જ્યારે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. ડો. અરવિંદ મેરજાની જાનકી હોસ્પિટલ ચાલુ રહેશે. આ ઉપરાંત ડો. વિણાબેન પટેલની આશિર્વાદ હોસ્પિટલ, ડો. વિવેક સંઘવીની ખુશ્બુ હોસ્પિટલ, ડો. સ્વાતિબેન પટેલની મયાન હોસ્પિટલ, ડો કૃષ્ણ ચગની આર્ય હોસ્પિટલ, ડો, અલ્પેશ પટેલની મધરકેર હોસ્પિટલ, ડો. દિશા ઘોણિયાની જનેતા હોસ્પિટલ, ડો. એમ.એન. હોથીની ઉમા હોસ્પિટલ અને ડો. ડિમ્પલ અંબાણીની સ્વસ્તિક હોસ્પિટલ સાતમ-આઠમના તહેવારમાં ચાલુ રહેશે. ડો. અર્પણા કૈલાની શુભમ હોસ્પિટલમાં, ડો. તેજસ પટેલની પ્રથમ હોસ્પિટલમાં, ડો. ભાવનાબેન જોશીની આયુષ હોસ્પિટલમાં અને ડો. વિશ્વા કોટેચાની શિવમ હોસ્પિટલમાં તારીખ 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ઓપીડી બંધ રહેશે જ્યારે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. ડો. અર્જુન પટેલની વરદાન હોસ્પિટલમાં, ડો. હિરેન કારોલીયાની જનની હોસ્પિટલમાં અને ડો. વૈશાલી સદાતીયાની સમર્પણ હોસ્પિટલમાં તારીખ 6 થી 8 સપ્ટેમ્બર ઓપીડી સેવા બંધ રહેશે પરંતુ ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. આ અંગેની જાણકારી ધ્યાને લેવા મોરબી obs એન્ડ ગાયનેક સોસાયટીના સેક્રેટરી ડો. હિરેન કારોલીયા અને પ્રમુખ ડો. જયેશ પનારા દ્વારા જણાવાયું છે.