40 હજાર રૂપિયાનું 5 ટકા વ્યાજ અને મુદ્દલ વસૂલ્યા બાદ પણ ધાકધમકી અપાતી હતી મોરબી : મોરબીના લીલાપર ગામના વ્યાજખોર દ્વારા પાંચ ટકા તોતિંગ વ્યાજ વસૂલી વ્યાજ અને મુદ્દલ સહિતની રકમ વસૂલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી ગાલી ગલોચ કરી ધમકી આપવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે પ્રકાશનગરમાં રહેતા ફરિયાદી હરેશભાઈ માવજીભાઈ જાદવ દ્વારા નાણાકીય જરૂરિયાત ઉભી થતા રફાળેશ્વર મચ્છોનગરમાં રહેતા આરોપી પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી પાસેથી રૂપિયા 40 હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા જે બાદમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા છતાં પણ આરોપી પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી દ્વારા હરેશભાઈના ઘરે રૂબરૂ જઇ પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ ફોન કરી બળજબરીથી મુદલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.