વિસીપરામાં મદીના સોસાયટીમાં વંડામાં રાખેલા 2.20 લાખના 68 બારદાન ચોરાઈ જતા નામ જોગ ફરિયાદ મોરબી : મોરબીના વિસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં વંડામાં રાખેલા સાવરણી બનાવવાના ઘાસના રૂપિયા 2.20 લાખના 68 બારદાન ચોરાઈ જતા તસ્કરના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં મુજીબખાન નજરમહમદભાઇ પઠાણના વંડામાં રાખવામાં આવેલ રૂપિયા 2.20 લાખની કિંમતના સાવરણી બનાવવાના ઘાસના 68 બારદાન આરોપી નિઝામભાઇ હૈદરભાઇ જેડા ચોરી ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.