માળિયા : માળિયા તાલુકાના ખીરઈ ગામે રહી ખેત મજૂરી કરતા સુમીત્રાબેન વેલજીભાઇ આદિવાસી ઉ.35 નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર કપાસમાં છાંટવાની દવા પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે માળિયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.