માત્ર પ્રકાશમાં જ કામ કરી શકતા 14 દિવસ બાદ રાત થતાની સાથે જ નિષ્ક્રિય થઈ જશે મોરબી : ભારતનું ચંદ્રયાન-3 આવનારાં 14 દિવસો એટલે કે 1 લૂનાર દિવસ સુધી મિશન પર રહેશે. વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલીને અલગ અલગ નમૂનાઓ એકત્રિત કરી શોધ કાર્યમાં લાગી ગયું છે અને ચંદ્ર પરની વિવિધ પરિસ્થિતિઓનું નિરિક્ષણ કર્યા બાદ એક લુનાર દિવસ એટલે કે,14 દિવસો બાદ પ્રકાશના અભાવને કારણે વિક્રમ અને પ્રજ્ઞાન કાયમ માટે ચંદ્ર ઉપર જ રહેશે ? ચંદ્રયાન બાદ તમામ લોકોના મનમાં સવાલ ઉઠે છે કે 14 દિવસ બાદ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું શું થશે ? રોવર અને લેન્ડરથી ઈસરોને જે પણ જાણકારી મળશે તે માત્ર 14 દિવસો સુધી જ મળશે કારણકે ચંદ્રને માત્ર 14 દિવસ સુધી જ પ્રકાશ મળશે.એટલે કે 1 લૂનાર દિવસ પછી ત્યાં રાત થઈ જશે.લેન્ડર અને રોવર આ દિવસોમાં સંપૂર્ણ સક્રિયતાની સાથે ઈસરોને તમામ સૂચનાઓ મોકલશે. રોવર અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરવા સક્ષમ હોય છે. તેથી રાત થયાંની સાથે જ તેઓ નિષ્ક્રિય થઈ જશે. જો કે રાત્રીનાં 14 દિવસ પછી પણ જો રોવર અને પ્રજ્ઞાન સલામત છે તો આ ચંદ્ર મિશન ભારત માટે બોનસ સમય રહેશે. 14 દિવસ પછી વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું બંધ કરી દેશે પરંતુ એવું નહીં થાય કે તે પૃથ્વી પર પાછું આવશે. ચંદ્રયાન-3 ચંદ્ર પર જ રહેશે.ચંદ્રયાન-3 પોતાની સાથે આઠ પેલોડનો સેટ લઈ ગયું છે. તેમાં એક પેલોડ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા ફાળવવામાં આવ્યું છે. ચંદ્રયાન-3નું પ્રપલ્સન મોડ્યૂલ શેપ નામનાં એક પ્રયોગ સાથે આવે છે જે જીવન માટે યોગ્ય વાતાવરણથી પસાર થતાં તારાઓનાં પ્રકાશમાં થતાં પરિવર્તનોનાં નિરિક્ષણ માટે ડિઝાઈન કરવામાં આવ્યું હોય છે. તેનો ઉદેશ્ય પૃથ્વી જેવા રહેવાલાયકે અન્ય ગ્રહોની શોધ કરવાનો છે. ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યૂલ ILSA નામનું એક ઐતિહાસિક ઉપકરણ સાથે લઈને ગયું છે. આ ઉપકરણ ચંદ્રનાં ભૂકંપીય ગતિવિધિની દેખરેખ માટેનું કામ કરે છે. ILSAનું મુખ્ય કામ ચંદ્ર પર આવતાં ભૂકંપોનું અધ્યયન કરશે.