સ્થાનિક તંત્રએ ગૃહ વિભાગને પત્ર લખીને વિઝા અંગે માર્ગદર્શન માંગ્યું મોરબી : મોરબીમાં ટુરિસ્ટ વિઝા ઉપર હરિદ્રાર થઈને ત્રણ- ચાર દિવસ પહેલા આવેલા પાકિસ્તાની હિન્દૂ નાગરિકોના વિઝા અંગે પોલીસ અને કલેક્ટર તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે. વિઝા ઉપર પાકિસ્તાની હિન્દૂ નાગરિકો મોરબી આવ્યા હોય અને પડાવ નાખ્યો હોય એવો આ પ્રથમ કેસ છે. એટલે વિઝાની પ્રક્રિયા અંગે હાલ મોરબી પોલીસે ગૃહ વિભાગને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું છે. ત્રણ-ચાર દિવસ પહેલા હરિદ્રાર ટુરિસ્ટ વિઝા ઉપર આવેલા 45 જેટલા પાકિસ્તાની હિન્દૂ નાગરિક પરિવારો મોરબી પહોંચ્યા છે. હાલ 45 હિન્દૂ શરણાર્થીઓએ પરિવાર સાથે મોરબીના સામાકાંઠે કોળી ઠાકોર સમાજની વાડી ખાતે મુકામ કર્યો છે અને વિવિધ સંસ્થાઓ આ લોકોના વ્હારે આવી છે. સંસ્થાઓ દ્વારા આ લોકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સામાન્ય વર્ગના આ લોકોએ પાકિસ્તાન ખૂબ જ ખરાબ પરિસ્થિતિ વચ્ચે જીવતા હોય અહીં જ રહેવાની ઈચ્છા દર્શાવી છે. જ્યારે તેમના વિઝાનો જે પ્રશ્ન છે તે કાયદેસર થવો જરૂરી છે હાલ આ મુદ્દે પોલીસ અને કલેક્ટર તંત્ર અવઢવ મુકાયું છે. આ લોકોનો લોગ ટાઈમ અહીંથી લેવો કે હરુદ્રારથી લેવો તે માટે પોલીસ તંત્ર દ્વારા પત્ર લખીને ગૃહ વિભાગ પાસે મદદ માંગવામાં આવી છે અને યોગ્ય માર્ગદર્શન આપવા જણાવાયું છે.