મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા સમસ્ત મોરબી બ્રહ્મસમાજને આમંત્રણ પાઠવવામાં આવ્યું મોરબી : રક્ષાબંધન અને બળેવ પર્વને લઈ મતમતાંતર દૂર કરતા મોરબીના જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા જણાવાયું છે કે, આગામી તા.30ને બુધવારે સમગ્ર મોરબીના ભૂદેવો માટે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે.મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, જન્મભૂમિ પંચાંગ અને નિર્ણય સિંધુ અનુસાર તા.30/08/2023ને બુધવારે સવારે 8.30 કલાકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી, વાંકાનેર દરવાજા બહાર ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તા.30ને બુધવારે સવારે 11.05 કલાકથી શુભ ચોઘડિયે બહેનો ભાઈને રક્ષા એટલે કે, રાખડી બાંધી શકશે.11.00થી 12.30 સુધી શુભ ચોઘડિયું અને અપરાહન સમયે રક્ષાબંધન કરવું અને બપોરે 3.30થી સાંજના 6.30 સુધીનો સમય શુભ છે.અંતમાં શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યું હતું કે, શુક્લ પક્ષની પૂર્ણિમાએ ભદ્રા વૃશ્ચિકી નામની ભદ્રા છે જેથી રાત્રે ત્રણ ઘડી (72 મિનિટ) જ ત્યાગવાની રહે છે.માટે પૂર્ણિમાએ જ રક્ષાબંધન પર્વ ઉજવવા અનુરોધ કરી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.