બીજી વખત કોઈએ નળ નોડી નાખ્યા હોય અને પાન માવાની પિચકારી મારી હોય સફાઈ કરીને નવા નળ નાખી દીધા પણ પબ્લિક જાહેર મિલકતની જાળવણી કરે તે જરૂરી છે : એસટી ડેપો મેનેજર મોરબી : મોરબીના નવા એસટી બસ સ્ટેન્ડને ખુલ્લું મૂક્યું એના થોડો સમય જ થયો હોય ત્યારે નવા એસટી બસ સ્ટેન્ડના સૌચાલયના નવા નળ કોઈ તોડી નાખ્યા હતા. ત્યારે આ ઘટના અંગે એસટી ડેપો મેનેજરે કહ્યું હતું કે, બીજી વખત કોઈએ નળ નોડી નાખ્યા હોય અને પાન માવાની પિચકારી મારી હોય સફાઈ કરીને નવા નળ નાખી દીધા છે પણ પબ્લિક જાહેર મિલકતની જાળવણી કરે તે જરૂરી છે. મોરબીના નવા બસ સ્ટેન્ડને નવું અદ્યતન બનાવીને થોડા સમય પહેલા ગૃહમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું હતું. ત્યારે ગૃહમંત્રીએ નવા બસ્સ્ટેન્ડની જાહેર મિલકત આપણી સહિયારી હોય દરેકને તેની જાળવણી કરવા અને સ્વચ્છતા રાખવાની શીખ આપી હતી. પરંતુ શેઠની શિખામણ ઝાપા સુધી જ હોય તેમ અમુક પાન માવાના બંધાણીઓએ પાન માવાની પિચકારી મારીને નવા એસટી ડેપોના સૌચાલય બાથરૂમને ગંદા કરી દીધા હતા. એટલું જ નહીં અમુક ટીખળખોરોએ સૌચાલય અને બાથરૂમના નવા નળ તોડી નાખ્યા હતા અને નુકશાન પહોચાડ્યું હતું. આ અંગે એસટી ડેપો મેનેજર એ.એન. પઢારીયાએ જણાવ્યું હતું કે, કોઈએ બીજી વખત સૌચાલય બાથરૂમના નળ તોડી નાખ્યા હતા. શરુઆતમાં જ આપણે સૌચાલય બાથરૂમમાં ઘર જેવા મોંઘભાવના નળ નખાવ્યા હતા. પણ કોઈએ પહેલી વાર તોડી નાખ્યા ત્યારબાદ નવા નાખી દીધા હતા. અત્યારે પણ નવા નળ નાખી દેવાયા છે અને પાનની પિચકારીઓની પણ સફાઈ કરાવી નાખી છે. બાકી ગંદકીનો કોઈ પ્રશ્ન જ નથી અને દેખરેખ માટે બે સફાઈ કર્મીઓને મુક્યા છે. તેમજ મુસાફરોને પણ તેઓએ સ્વચ્છતા રાખવા અને જાહેર મિલકત આપણી ઘરની જ હોય એવી રીતે દેખભાળ રાખવાની અપીલ કરી હતી.