ત્રિમૂર્તિ સોસાયટીના રહેવાસીઓએ જાતે પાવડા તગારા ઉપાડ્યા મોરબી : શ્રમદાનના વધુ એક કિસ્સામાં વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ સોસાયટીના જન્મથી જ રોડ બનાવ્યો નથી રોડ ની વચ્ચો વચ્ચ વીજળીના થાંભલા છે.તંત્ર ઉપર આધાર રાખવાને બદલે સોસાયટીના રહીશો પાવડા તગારા લઈને રોડને રીપેર કરવા મંડી પડ્યા હતા અને ખાસ્સો સમય સુધી શ્રમદાન કરીને રોડને ચાલવા યોગ્ય બનાવ્યો છે. મોરબીના પોશ વિસ્તાર ગણાતા વાવડી રોડની ત્રિમૂર્તિ સોસાયટી ના મેઈન રોડની વરસાદમાં પથારી ફરી ગઈ હતી. આ રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા હતા. રોડ એટલો બદતર બની ગયો હતો કે ચાલવા યોગ્ય પણ રહ્યો ન હતો. આથી વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ સોસાયટી માં રહેતા યુવાનો દિવ્યેશભાઈ અગ્રાવત તથા દેવેનભાઈ ગઢવી અને સોસાયટી ના તમામ રહીશો રોડની હાલત જોઈને જાતે રોડ રીપેર કરવાનું નક્કી કરીને એજ ક્ષણે પાવડા લઈ ને સોસાયટી ના 35000 રૂપિયા ના સ્વખર્ચે રોડ નું રીપેરીંગ કરતા હતા.. રોડના ખાડા ઉપર મેટલ પાથરીને જે.સી.બી. તથા લોડર બોલાવીને ખાડા બુરતા આ રીતે ખાસ્સો સમય સુધી શ્રમદાન કરીને રોડ પરના તમામ ખાડા ખૂબ જ વ્યવસ્થિત રીતે બુરી નાખ્યા છે અને રોડ ને ચાલવા લાયક બનાવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જાત મહેનત જીંદાબાદ કર્યા ના આવા ઘણા બનાવો છે. હમણાંથી મોરબીના નાગરિકો તંત્રનું કામ જાતે જ કરી રહ્યા છે.