મોરબી : માળિયા મિયાણા પોલીસ ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માળિયા તાલુકાના દેવગઢ ગામે મોમાઇ માતાજીના મંદીર પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બાબુભાઇ મોતીભાઇ ધોળકીયા, દીનેશભાઇ બબુભાઇ ધોળકીયા, સંજયભાઇ દેવાનંદભાઇ બકુત્રા, અનવર હનીફભાઇ સમાણી, અબ્દુલ અનવરભાઇ ભટ્ટી અને ફારૂક અલીમહમદ જેડાને તીનપતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,780 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.