મોરબી : મોરબીના કુબેરનગર રોયલ પાર્કમાં રહેતા અને પાન મસાલાની ફેરી કરતા વેપારી યુવાન અનિલભાઈ વશરામભાઇ ભાનુશાલી ઉ.36 ઘરકંકાસને કારણે ઘર છોડીને આઠેક દિવસથી ઘર છોડીને ચાલ્યા જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુમસુધા નોંધ કરાવી છે. જો લાપતા બનેલા અનિલભાઈ વશરામભાઇ ભાનુશાલી અંગે કોઈને જાણકારી મળે તો, મોબાઈલ નંબર 9712377629 ઉપર તેમના મોટાભાઈ ભરતભાઈ વશરામભાઇ ભાનુશાલીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.