મોરબી : મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ મેગાસિટી સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિનોદકુમાર નેોબતસિંહ કુસવાહા ઉ.33 નામના યુવાન ગત તા.21ના રોજ કેનાલ કાંઠે જતા પગ લપસી જતા કેનાલમાં પડી ગયો હતો.બાદમાં કેનાલમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.