ઇસરોએ ટ્વીટર મારફતે આપી દેશને જાણકારી : આગામી 14 દિવસ સુધી પ્રજ્ઞાન રોવર સંશોધન કરશે મોરબી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રયાન-3 અંગે ટ્વીટર ઉપર લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું છે કે, વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. જે આગામી 14 દિવસ સુધી ચંદ્રમાના સાઉથ પોળ ઉપરની ભૌગોલિક સ્થિતિ અંગે સંશોધન કરશે. વિશ્વભરમાં જેની ચર્ચા ચાલી રહી છે તેવા ચંદ્રયાન-3 મિશન અંગે આજે સવારે ઇસરોએ ટ્વીટર ઉપર જાણકારી આપતા લખ્યું કે, ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ગઈકાલે સાંજે સફળતા પૂર્વ ચંદ્રમાના સાઉથ પોલ ઉપર ઉતરાણ કર્યા બાદ મેડ ઈન ઈન્ડિયા… મેડ ફોર ધ મૂન! ચંદ્રયાન-3 રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્ર્મમાંથી ઉતર્યું છે અને સફળતા પૂર્વ હાલમાં પ્રજ્ઞાન રોવરે મૂનવોક શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વધુમાં ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ હવે રોવર પ્રજ્ઞાન મોડ્યૂલ ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા 14 દિવસનું સંશોધન કાર્ય શરુ કરશે. જેના વિભિન્ન કાર્યોમાં ચંદ્રમાની સપાટી અંગે જાણકારી મેળવવા માટે ત્યાં પ્રયોગ કરવાનું પણ સામેલ છે. વિક્રમ લેન્ડરના ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ ઉપર પોતાનું કામ પુરું કર્યા બાદ હવે રોવર પ્રજ્ઞાન ચંદ્રમાની સપાટી પર અનેક પ્રયોગ કરવા માટે લેન્ડર મોડ્યૂલથી બહાર આવી ગયું છે. ઈસરોના જણાવ્યા મુજબ લેન્ડર અને રોવરમાં પાંચ વૈજ્ઞાનિક પેલોડ છે જેને લેન્ડર મોડ્યૂલની અંદર રાખવામાં આવ્યા છે. ઈસરોએ જાણકારી આપતા જણાવ્યું છે કે, ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે રોવર પ્રજ્ઞાનની તૈનાતી ચંદ્ર અભિયાનોમાં નવી ઉંચાઈઓને સ્પર્શ કરશે. લેન્ડર અને રોવર બંનેનું જીવનકાળ એક-એક ચંદ્ર દિવસ છે જે પૃથ્વીના 14 દિવસ જેટલું છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે પોતાનું રોવર પ્રજ્ઞાન તૈનાત કરશે જે ચંદ્રમાની માટી અને પહાડની સંરચના અંગે વધુ જાણકારી મેળવશે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર બરફ અને ખનીજોના ભંડારની આશા છે. ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞાન રોવરનું સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ ધ્રુવીય ક્ષેત્રની પાસે ચંદ્ર સપાટીના તાપમાનને માપશે. ચંદ્ર પર ભૂકંપની શક્યતાને માપશે અને મૂન ક્રસ્ટ અને મેન્ટલની સંરચનાનું ચિત્રણ કરશે. લેન્ડર પેલોડ, રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફીયર એન્ડ એટમોસ્ફિયર, નજીક સપાટીના પ્લાઝ્મા ઘનત્વ અને સમયની સાથે તેના પરિવર્તનનો અભ્યાસ કરશે.ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને છ વ્હીવાળા રોવર પ્રજ્ઞાનને એક ચંદ્ર દિવસની અવધિ માટે સંચાલિત કરવા માટે ડિઝાઈન કરાયું છે. ચાર વ્હીલવાળા લેન્ડરમાં સુરક્ષિત ટચડાઉન સુનિશ્ચિત કરવા માટે અનેક સેન્સર હતા, જેમાં એક્સેલેરોમીટર, અલ્ટીમીટર, ડોપલર વેલોમીટર, ઈનક્લિનોમીટર, ટચડાઉન સેન્સર અને ખતરાથી બચવા અને સ્થિતિ સંબંધી જ્ઞાન માટે કેમેરાનું એક પૂરો સૂટ સામેલ હોવાની જાણકારી સામે આવી છે.