મધ્યપ્રદેશનો પરિવાર હળવદ મજુરી કામ કરવા આવ્યો હતો, પાણી ભરવા જતાં સર્જાઈ ઘટના હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું બનાવને પગલે મૃતકની લાશની પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ પાસે આવેલા સોનારકા પાસે કડિયા કામ કરતા મધ્યપ્રદેશના સજનપુર ગામના પરિવારના કિશનભાઇ ઘીસાભાઈ સાપરિયા ઉંમર વર્ષ 16 આજે બપોરના સમયે તેઓના ઝુપડાની બાજુમાં આવેલ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોતની બીજી હતું. બીજી તરફ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને ખાડામાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.