હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આરોપી શામજી ઉર્ફે હીતેષ દિનેશભાઇ બહાપીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી રૂપિયા 300ની કિંમતની 15 લીટર દેશી દારૂ તેમજ કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર ટીન નંગ 6 કિંમત રૂપિયા 600 મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપી શામજી ઉર્ફે હીતેષ દિનેશભાઇ બહાપીયાને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.