પારિવારિક સ્નેહમિલનનું પણ આયોજન કરાયું મોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આગામી રવિવારના રોજ કરવામાં આવ્યું છે. તારીખ 27 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલી સિધ્ધિ વિનાયક વાડી આ કાર્યક્રમ યોજાશે. જેમાં સંતો, મહંતો મોરબી સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો-અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ડીજે ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરાયું છે. આ સન્માન સમારોહમાં બપોરે 12-30 કલાકે સમૂહભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી, મંત્રી નિતેશગીરી,પૂર્વ પ્રમુખ અમીતગીરી ગુણવંતગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.