વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્ટ્રો વિટ્રીફાઇટ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાન અંકુશકુમાર ક્રિષ્ના ઠાકુર ઉ.22 નામના યુવાને પોતાના લેબર ક્વાટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.