મોરબીનું હિર આંતરરાષ્ટ્રીય ફલકે ઝળકશે : 3 છાત્રો ટેકવેન્ડોની એશિયન ચેમ્પિયનશિપ રમશે

- text


ડી.એલ.એસ.એસ. નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખેલાડીઓ બન્યા દેશનું ગૌરવ

મોરબી : તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ટુર્નામેન્ટ અને એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ. શાળા નવજીવન વિદ્યાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ મોરબીના ૩ ખેલાડીઓ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમે વિજેતા થયા છે.

ગૌસ્વામી યશગીરી મુકેશગીરી, ખટાણા મીત ગભરુભાઇ અને બાવળીયા નીલમ જગાભાઈ આ ત્રણેય વિદ્યાર્થીઓ એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલ ક્વોલિફાય કરી ભારતની ટેકવોન્ડો ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તેઓ આગામી તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ બૈરુટ(લેબનન) ખાતે યોજાનાર ૭મી એશિયન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

- text

તેમની અદ્વિત્ય સિદ્ધિથી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા બદલ તેમજ આગામી એશિયન ચેમ્પિયનશિપમાં વિદેશની ધરતી ઉપર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત દેશનું નામ રોશન કરે તેવી જિલ્લા રમત વિકાસ અધિકારી રવીકુમાર ચૌહાણ, શાળાના ટ્રસ્ટી ડી.બી. પાડલિયા સાહેબ, હાર્દિકભાઇ પાડલીયા, બ્રિજેશભાઇ ઝાલરીયા, કોચ પંકજ કુમાર તેમજ સમગ્ર શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.

- text