મોરબીના રંગપર નજીક જેસીબીએ બાઇકને હડફેટે લીધું : બાઈક ચાલકનો પગ કાપવો પડ્યો 

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમ આવેલ શ્રીરામ મીનરલના ખુણા પાસે પુરપાટ ઝડપે આવતા જેસીબી ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુમાં જેસીબીની ટક્કરથી બાઈક ચાલકનો પગ પણ કાપવો પડ્યો હતો. આ બનાવ બાદ જેસીબી ચાલક જેસીબી મૂકી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમ આવેલ શ્રીરામ મીનરલના ખુણા પાસે પુરપાટ ઝડપે આવતા GJ-12-AN-1476 નંબરના જેસીબી ચાલકે પોતાનું જેસીબી પુરપાટ ઝડપે ચલાવી બાઈક નંબર MP-45-MN-5739 હંકારીને જતા ગોબરીયાભાઇ કિશનભાઇ નિનામા રહે.હાલ-ટીંબડી પાટીયા અમૃત સિમેન્ટ કારખાનામા પીપળી ગામની સીમ તા-જી-મોરબી મુળગામ-તલાવડી ગામ તા-કલ્યાણપુર જી-જામ્બુવા(એમ.પી.) વાળાને હડફેટે લેતા ગોબરીયાભાઇનો જમણો પગ કાપવો પડ્યો હતો. તેમજ જમણા હાથની આંગળીમા ફેકચર જેવી ઇજાઓ પહોચાડી જેસીબી વાહન ચાલક જેસીબી વાહન છોડીને નાશી ગયો હતો. બનાવ અંગે ગોબરીયાભાઇના ભાઈ મકનભાઇ કિશનભાઇ નિનામાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text