મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતા 20 જેટલા બાળકોએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી હતી. જો કે આજે એક બાળકનો જન્મદિવસ પણ હોય, આ નિમિતે ખાસ ચંદ્રયાન મિશનના થીમ વાળી કેક કાપી બાળકોએ બેવડી ઉજવણી કરી હતી.