મોરબી : ફાયર અંગે જાગૃતિ લાવવા અને આપત્તિ સમયે જાનહાનિ ટાળી શકાય તે માટે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ દ્વારા મોરબીની વિવિધ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને ફાયરની ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ દ્વારા મોરબીમાં ૧) નક્ષત્ર હોસ્પિટલ ૨) વેદાંત હોસ્પિટલ ૩) મંગલમ હોસ્પિટલ ૪) રાધે ક્રિષ્ના હોસ્પિટલ JR ૫) મધુરમ ઓર્થોપેડિક ૬) શ્યામ હોસ્પિટલ ૭) સ્નેહ બાળકોની હોસ્પિટલ ૮) અમૃતમ હોસ્પિટલ ૯) સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ૧૦) જીવન જ્યોત હોસ્પિટલ ૧૧) સાગર હોસ્પિટલ ૧૨) ન્યુટેક લેબોટરી એન્ડ સોમીયા સ્કીન ક્લિનિક ખાતે ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પિટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ હોસ્પિટલના કર્મચારીઓને ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું. ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને લીડિંગ ફાયરમેન જયેશ ડાકીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરવા જણાવાયું હતું.