ટંકારાના નેકનામ ગામે ખુરશીના કારખાનામાં જુગાર ક્લબ ઝડપાઇ 

- text


કારખાનેદારે કારખાનામાં જ જુગારધામ શરૂ કર્યું : 7જુગારી ઝડપાયા એક નાસી છૂટ્યો 

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ ખુરશી બનાવવાના કારખાનામાં જુગાર ક્લબ શરૂ થઇ હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, દરોડા દરમિયાન કુલ આઠ પૈકી સાત જુગારી પકડાઈ ગયા હતા જયારે એક જુગારી નાસી ગયો હતો. પોલીસે જુગાર દરોડામાં રોકડા રૂપિયા 4.20 લાખ કબ્જે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને બાતમી મળી હતી કે નેકનામ ગામે કોઠારીયા રોડ ઉપર આવેલ એ.વી.એન. ખુરશીના કારખાનામા કારખાનેદાર નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જે બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી, નવીનભાઇ જસમતભાઇ હાલપરા, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી, કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી, હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર, મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા અને સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલ જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જયારે આરોપી ગોરધનભાઇ મોહનભાઇ સોજીત્રા પોલીસને જોઈ નાસી ગયો હતો. આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 4.20 લાખ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text