એલસીબી ટીમે ફ્લેટમાં ધમધમતું જુગારધામ પકડી પાડી 6 મહિલા અને ત્રણ પુરુષોને 56,450ની રોકડ સાથે પકડી પાડયા મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ફ્લેટમાં દંપતી દ્વારા જુગારધામ શરૂ કરાયું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલ 6 મહિલા અને ત્રણ પુરુષોને 56,450ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ઉમા ટાઉનશીપમાં આવેલ મંગલ જયોત હોમ્સ-ડી એપાર્ટમેન્ટમાં આરોપી હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા અને તેમના પત્ની મીનાબેન હરેશભાઇ શેરસીયા દ્વારા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારના સાધનો પુરા પાડવામાં આવી રહ્યા છે જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા ફ્લેટ માલિક (1) હરેશભાઇ નરભેરામભાઇ શેરસીયા (2) મીનાબેન હરેશભાઇ શેરસીયા (3) દિલીપભાઇ નાનજીભાઇ નાયકપરા (4) હર્ષિદાબેન કાંતિલાલ સવસાણી (5) કાંતિલાલ મગનભાઇ સવસાણી (6) મુકતાબેન ઉર્ફે અરૂણાબેન અરવિંદભાઇ પાઘડાર (7) ખુશ્બુબેન દિલીપભાઈ નાયકપરા (8) લાભુબેન અશોકભાઇ અઘારા અને (9) રાધીકાબેન જયસુખભાઇ ચાપાણી નામના જુગારીઓ રોકડા રૂપિયા 56,450 સાથે ઝડપાઇ ગયા હતા. દરોડા મામલે એલસીબી ટીમે તમામ જુગારીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.