મોરબી : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રોટરી ક્લબ મોરબી દ્વારા આગામી તારીખ 25 ઓગસ્ટ ને શુક્રવારના રોજ ફરાળી વાનગી બનાવવાની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25 ઓગસ્ટના રોજ બપોરે 3-30 કલાકે મોરબીની બેંક ઓફ બરોડા સામે આવેલી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે આ સ્પર્ધા યોજાશે. સ્પર્ધા બે વિભાગમાં હશે, જેમાં એક ફરાળી મિઠાઈ અને બીજો રેગ્યુલર ફરાળી વાનગી બનાવવાની સ્પર્ધા થશે. આ હરિફાઈમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન 100 રૂપિયા ચુકવીને કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે સોનલબેન શાહ (મો.નં. 7990542612) અથવા નીલાબેન છનિયારા (મો.નં. 9428280599) અથવા સ્વાતિબેન પોરિયા (મો.નં. 9824106461)નો સંપર્ક કરવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન ફી પેટીએમના 7990542612 નંબર પર જમા કરાવી શકાશે.