બાઈક ઉપર ગાંજાની હેરફેર કરવા મામલે બન્ને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર કેનાલ રોડ બોરીયાપાટીના નાલા પાસેથી બાતમીને આધારે ગાંજાની હેરફેર કરતા એક શખ્સને સગીર સાથે ઝડપી લઈ 179.62 ગ્રામ ગાંજો અને બાઈક સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહીત બન્ને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટીના નાલા પાસેથી બાઈક ઉપર પસાર થતા આરોપી એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ શેખ, રહે.હાલ વાકાનેર લીંબાળા ગામ સ્મશાન ની પાછળ ઓરડીમા, મુળ રહે.મોરબી પાડાપુલ નીચે મોરબી વાળાને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સાથે ઝડપી લઈ તલાસી લેતા બન્નેના કબ્જામાંથી 179.62 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 1790 મળી આવતા રૂપિયા 20 હજારનું મોટર સાયકલ તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500 અને રોકડા રૂપિયા 340 મળી આવત કુલ રૂપિયા 24,630નો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.