મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે શોભેશ્વર રોડ અને આઈટીઆઈ પાસેથી અલગ -અલગ બે દરોડામાં જાહેરમાં જુગાર રમતી એક મહિલા સહીત 10 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગાર અંગેની પ્રથમ કાર્યવાહીમાં શોભેશ્વર રોડ પાસે જાહેર શેરીમા જુગાર રમતા આરોપી રાજેશભાઇ પોપટભાઇ વડેચા, અજયભાઇ કુવરજીભાઇ વિકાણી, યોગેશભાઇ મહાદેવભાઇ ઝીઝુવાડીયા, સુનીલભાઇ વિષ્ણુભાઇ સીરોહીયા અને મંજુબેન પ્રહલાદભાઇ ભરમાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે આઈટીઆઈ પાસે દરોડો પાડી મુકેશભાઇ નરશીભાઇ શનારીયા, પરસોત્તમભાઇ મુળજીભાઇ સાવરીયા, વિજય રમેશભાઇ સાવરીયા, ગોપાલભાઇ નિતીનભાઇ પરમાર અને અજયભાઇ રમેશભાઇ શનારીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.