મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા અને સપર ગામ વચ્ચે એસટી બસ, ટ્રક કન્ટેનર અને અર્ટિગા કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા એસટી બસના કંડેક્ટરને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા અને સાપર નજીક ટ્રક કન્ટેનર નંબર GJ-12-BY-8404ના ચાલકે એસટી બસ સાથે સામેથી પોતાનું કન્ટેનર ભટકાડી દેતા એસટી બસને ટક્કર લાગવાથી એસટી બસ પાછળ પડતા અર્ટિગા કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં એસટી બસના કંડકટરને ઈજાઓ પહોંચી હતી અને અર્ટિગા કાર તેમજ એસટીને નુકશાન પહોંચતા પોતાનું કન્ટેનર મૂકી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ એસટી બસના ડ્રાઇવર દિલીપભાઇ ભગવાનભાઇ મકવાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.