વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે જુગારના અલગ અલગ બે દરોડા પાડી તીનપતિનો જુગાર રમતા 3 અને ચકલા પોપટનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે જુગારના પ્રથમ દરોડામાં પેડક સોસાયટીમાં ઈંટોના ભઠ્ઠા પાછળ જુગાર રમી રહેલા આરોપી દિનેશભાઈ હરીભાઈ મકવાણા, કીશોરભાઈ બાભુભાઈ વિકાણી અને ભરતભાઈ છગનભાઈ જીંજરીયાને રોકડા રૂપિયા 11,070 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જયારે બીજા દરોડામાં પેડક સોસાયટીના મેળાના મેદાનમા જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમી રહેલા આરોપી નિતેશભાઈ ચતુરભાઈ વિકાણી, સુરજભાઈ લાભુભાઈ સોલંકી, અમીતભાઈ નિતેશભાઈ વિકાણી, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી અને મનોજભાઈ ચંદુભાઈ વિકાણીને પોલીસે રોકડા રૂપીયા 10,600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.