મોરબી : મોરબી જીલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલમાં રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે પોખરણ (રાજસ્થાન) માં 200 વિદ્વાન બ્રાહ્મણ પંડિતો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો હોય તેઓએ રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. રાજસ્થાનમાં ચૂંટણી પ્રવાસે ગયેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોખરણની મુલાકાત લીધી હતી આ તકે પોખરણ ખાતે મહાદેવજી મંદિર ખાતે રુદ્રાભિષેક ચાલતો હોય આ ધાર્મિક આયોજનમાં સહભાગી થવાનો ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લ્હાવો મળતા તેઓએ રુદ્રાભિષેક કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન વિધાનસભાની કુલ બેઠકો 200 છે અને પોખરણની એ ધરતી કે જ્યાં અણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું તે ધરતી પર પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે 200 બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. જે આગામી રાજસ્થાનની ચૂંટણી માટે સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય દ્વારા રુદ્રાભિષેક કરી જીત માટેની પ્રાર્થના કરી હતી.