મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબી તાલુકાના કેરાળા ગામની સીમમાં મધ્યરાત્રીએ વાડીમાં પાણી પીવા આવેલા બે શખ્સોને વાડીમાં રહેતા પરિવારે ચોર સમજીને માર મારવા મામલે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર વાળા રોડ ઉપરથી તા.18ની મોડી રાત્રે પસાર થતા માળિયાના સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા અને સિકંદર મુસ્તાકભાઈને તરસ લાગતા વાડીમાં પાણીનું ટીપણું જોતા પાણી પીવા માટે વાડીમાં જતા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરતા બચાવમાં ફરિયાદી સિકંદરે છરી કાઢી હુમલો કરતા સામે પક્ષે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. વધુમાં આરોપીઓ હુમલો કરતા સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા બાઈક મૂકી નાસી ગયો હતો અને તેમના ભાઈ સહિતના અન્ય લોકોને બોલાવી અન્ય આરોપી પકડી લીધો હોય ફરી બધા લોકો વાડીમાં ગયા હતા અને ઝઘડો કરતા મારામારીમાં બન્નેને ઈજાઓ પહોંચી હતી અને બાદમાં પોલીસ આવી જતા બધાને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી તરફ આ બનાવ અંગે વાડીમાં રહેતા માંડણભાઇ ખોડાભાઇ સિણોજીયાએ આરોપી સિકંદર ઇકબાલભાઇ કટીયા, ઓસમાણભાઇ ઇકબાલભાઇ કટીયા, સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા રહે.માળીયા તથા બે અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વાડીમા અવારનવાર ચોરીના બનાવ બનતા હોય આરોપીઓ આરોપીઓ વાડીમાં આવતા ચોરી અંગે શંકા જતા સામાન્ય બોલાચાલી થતા આરોપીઓએ બેફામ ગાળો બોલીને છાતીના ભાગમા છરી મારી દઇ સાહેદ અનીલભાઇ, વરધાભાઇ તથા નાનુભાઇને લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં મોરબી તાલુકા પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.