મોરબી : મોરબીના લાતી પ્લોટ-7માં ઉભરાતી ગટરના પ્રશ્ને કારખાનેદારોને હેરાનગતિ થતી હોય આ પ્રશ્નનો હલ કરવામાં નહિ આવે તો સ્થાનિકોને સાથે રાખીને નગરપાલિકાની તાળાબંધી કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા, એલ.એમ કંજારિયા અને કે.ડી.બાવરવાએ જણાવ્યું છે કે મોરબી શહેરએ ઔદ્યોગિક શહેર છે લાતી પ્લોટ વિસ્તાર એ ઘડિયાળ ઉદ્યોગ તેમજ નાના મોટા અન્ય ઉદ્યોગથી ધમધમતો વિસ્તાર છે જ્યાં હજારો લોકોને રોજીરોટી મળે છે. પરંતુ આ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર 7માં ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે. અવાર નવાર લોકોએ નગરપાલિકા અને ધારાસભ્યને રૂબરૂ મળીને ફરિયાદ કરી છે. છતાં નગરપાલિકા આ વિસ્તાર માં કોઈ કામગીરી કરવામાં આગળ આવતી નથી. અગાઉ જ્યારે પાલિકામાં જે તે સમયે વેપારના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવાનો આવતો હતો. ત્યારે સોથી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તારના વેપારી ભરતા હતા. જેને કારણે નગર પાલિકાની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી પરંતુ આજ એજ લાતી પ્લોટના વેપારી અવાર નવાર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાય રહેલ છે. તેનેથી તેઓ પરેશાન છે. વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે. જો આ લાતી પ્લોટ વિસ્તારમાં ઉભરાતા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવે તો લાતી પ્લોટના રહેવાસી અને વેપારીઓ તેમજ કારખાના માં કામ કરતા લોકોને સાથે રાખી કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકાને ગમે ત્યારે તાળાબંધી કરશે.