લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મોરબી દ્વારા રજુઆત કરાઈ મોરબી : આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ હોય લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મોરબી દ્વારા વાંકાનેરના જાણીતા તસ્વીરકાર ભાટી એન.ને પદ્મશ્રી પુરસ્કાર આપવા મોરબી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મોરબીના લાયન રમેશભાઈ રૂપાલાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવ્યું છે કે, ભાટી એન. છેલ્લા 40 વર્ષથી વાઈલ્ડ લાઈફ, ગ્રામ્ય જીવન, સ્થાપત્ય કળા, ફોટા જર્નલિસ્ટ, ચિત્રકળા, લેખન ક્ષેત્રે પ્રદાન આપી રહ્યા છે. તેમણે ભાવિ પેઢીને આપણો અદભૂત વારસો ટકાવી રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેથી ભાટી એન.ને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે.