હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં માથક જવાના કાચા રસ્તે આવેલ બચુભાઇ વજાભાઇ કોળીની વાડીએ ઓરડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા આરોપી ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા, રાજેશભાઇ ઉર્ફે મહેશભાઇ દેવાભાઇ સારલા, ગોંવિદભાઇ ગેલાભાઇ ચડાસણીયા, માનસીંગભાઇ કાનજીભાઇ ચડાસણીયા, શંકરભાઇ વાઘજીભાઇ દંતેસરીયા, વિપુલભાઇ પ્રવિણભાઇ સેતાણીયા, સંજયભાઇ નવઘણભાઇ દંતેસરીયા, સાગરભાઇ રણછોડભાઇ નંદેસરીયા અને રમેશભાઇ ભનુભાઇ સિણોજીયાને પોલીસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 18,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.