મોરબી : ગુજરાત રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટરોની જે માંગણીઓ હતી તે અંગે 17 મહિના પહેલા પરિપત્ર કરી દેવામાં આવ્યા છે પરંતુ આ પરિપત્રની અમલવારી ન થઈ હોય મોરબી કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરિપત્રોની અમલવારી થાય તે અંગે રજૂઆત કરી હતી. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ (1) સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે (2) જીએસટી વગરના ટેન્ડર બહાર પાડવામાં આવે (3) દરેક જિલ્લાવાર નવા SOR બનાવવામાં આવે.. આ ત્રણેય માંગણીઓને લઈને ગુજરાત સરકારે 17 મહિના પહેલા પરિપત્ર બહાર પાડ્યા હતા. પરંતુ હજુ પણ આ પરિપત્રની અમલવારી થઈ ન હોય કોન્ટ્રાક્ટરો ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. અને ના છૂટકે 1 ઓગસ્ટ 2023થી અ મુદત્તી સમય સુધી ટેન્ડર નહીં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રીને પણ જાણ કરાઈ છે. ત્યારે આ અંગે મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાને રજુઆત કરી છે.