મધ્યપ્રદેશમાં વરસાદ માટે મેઘરાજાને રીઝવવા અવનવા નુસ્ખા કરવામાં આવે છે મોરબી : ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ખેંચાયો છે ત્યારે મેઘરાજાને રીઝવવા મધ્ય પ્રદેશના મંદસૌરમાં અલગ અલગ પ્રકારના નુસ્ખા થઈ રહ્યા છે. કયાંક પૂજા-પાઠ, પ્રાર્થના બાદ હવે મુક્તિધામમાં કાલ ભૈરવની પૂજા કરીને સરપંચને ગધેડા પર બેસાડીને યાત્રા કાઢવામાં આવી હતી. માન્યતા છે કે, આવું કરવાથી સારો વરસાદ થશે. ખેતીપ્રધાન દેશમાં સારી ખેતી વરસાદ પર નિર્ધારિત હોય છે. પણ મધ્યપ્રદેશમાં હજુ સુધી સામાન્ય વરસાદ પણ નથી થયો. જેના કારણે ખેડૂતો પરેશાન છે. પાક ખરાબ થવા આવ્યા છે. જેના કારણે ખેડૂતો અલગ અલગ નુસ્ખા કરી રહ્યા છે, જેથી વરસાદ થઈ શકે.મંદસૌરમાં ચંદ્રપુરા વિસ્તારના ગ્રામિણ વિસ્તારમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરવા એક અનોખો નુસ્ખા અપનાવવામાં આવ્યો. જેમાં મુક્તિધામમાં કાલ ભૈરવની વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવી અને ત્યાર બાદ ગધેડા પર ગ્રામ પ્રધાનને બેસાડીને યાત્રા કાઢવામાં આવી. માન્યતા છે કે, ગામના સરપંચને ગધેડા પર બેસાડીને ફેરવવામાં આવે તો, સારો વરસાદ થાય છે. આવી માન્યતાને લઈને ક્ષેત્રીય કોર્પોરેટર શૈલેન્દ્ર ગિર ગોસ્વામીને મુક્તિધામ પર પૂજન અર્ચન બાદ ગધેડા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. આ સંબંધમાં ક્ષેત્રિય કોર્પોરેટર શેલેન્દ્ર ગિર ગોસ્વામીએ કહ્યું કે, વરસાદ નહીં થવાના કારણે અનેક લોકો પરેશાન છે ત્યારે રીતરિવાજ મુજબ આ કાર્ય કરાયું હતું.