મોરબી : મોરબીના હળવદ રોડ પર આવેલા હરિઓમ પાર્ક સોસાયટી સ્થિત એકલિંગજી મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હરિઓમ પાર્કમાં આવેલા એકલિંગજી મહાદેવ મંદિરમાં ગઈકાલે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ફૂલોથી વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં પ્રવેશવાની જગ્યા પર ઉપર ફૂલોથી શણગાર કરાયો હતો. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં ફૂલોથી ઓમ લખવામાં આવ્યું હતું. આ અલૌકિક શણગારના દર્શન અનેક ભક્તોએ કર્યા હતા અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં પ્રથમ એકલિંગજી મહાદેવનું શિવલિંગ રાજસ્થાનના એકલિંગજી મહાદેવના ધામમાંથી લાવવામાં આવ્યું છે. ત્યારે આ મંદિરનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય છે.