મોરબી : મોરબીના મકનસર ગામે સીતારામનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આરોપી જીતેન્દ્રભાઇ ઇશ્વરભાઇ નારણીયા, દિપકભાઇ કાળુભાઇ ગાપુસા, સુરેશભાઇ માવજીભાઇ તલસાણીયા, અશોકભાઇ બાબુભાઇ ખાંભલા અને દિનેશભાઇ ગોરધનભાઇ બોપલીયાને મોરબી તાલુકા પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,350 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.