માળીયા : માળીયા નજીક નદીના કાંઠે આવેલ મોવર ટીંબો નામના વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી અનવર જાનમહમદ મોવરની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1200નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.