હળવદ : ટિકર નજીક કેનાલ ઉપરનો પુલ જર્જરિત હાલતમાં હોય તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલની 600 મીટરના અંતરે આવેલા બીજા પુલ ઉપરથી અવર જવર કરવા સૌરાષ્ટ્ર શાખા નહેરના પેટા વિભાગીય નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયું છે. આ મામલે તેઓએ ચેતવણી જાહેર કરી વધુમાં જણાવ્યું છે કે માળિયા શાખા નહેર પર આવેલ હળવદ-ટીકર જુના ઘાટીલાને જોડતો પુલ ભારે વાહનના કારણે ખુબ જ જર્જરીત હાલતમાં છે.મરામત થાય ત્યાં સુધી આ પુલ પરથી વાહન-વ્યવહાર અવર-જવર માટે પ્રતિબંધિત કરેલ છે. રાહદારીઓએ વાહન-વ્યવહાર માટે કેનાલના ડાબી તેમજ જમણી બાજુના ૬૦૦મીટર જેટલા અંતરે આવેલ પુલ પરથી ફરીને પસાર થવાનું રહેશે.