મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સોમીબેન ઘોઘાભાઇ વરાણીયા, બબીબેન જયંતીભાઇ મકવાણા, શારદાબેન જેસીંગભાઇ પાટડીયા, ગૌરીબેન ભલાભાઇ બાબરીયા, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા અને રીટાબેન અશોકભાઇ માનેવાડીયાને રોકડા રૂપિયા 4230 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.