મોરબી : મોરબી તાલુકાના રામગઢ ગામે આવતીકાલે તારીખ 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટના રોજ શ્રી રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યજ્ઞ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞ વિધિ યોજાશે. તારીખ 18 અને 19 ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમોની વાત કરીએ તો 18 ઓગસ્ટે સવારે 7-30 કલાકે દેહ શુદ્ધિ, સવારે 8-30 કલાકે ગણપતિ પૂજન, સવારે 10-30 કલાકે જલયાત્રા, બપોરે 11-30 કલાકે પ્રસાદ વાસ્તુ, બપોરે 2 કલાકે ગૃહ શાંતિ, સાંજે 4 કલાકે સાંય આરતી અને સાંજે 5 કલાકે નગર શોભાયાત્રા યોજાશે. જ્યારે બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ સવારે 7-30 કલાકે સ્થાપિતદેવ પૂજા, સવારે 9 કલાકે કૂટીર હોમ, સવારે 10 કલાકે સ્થાપન વિધિ, બપોરે 12-37 કલાકે પ્રતિષ્ઠા મહાઆરતી, બપોરે 2-30 કલાકે શાંતિ પુષ્ટિક હોમ, બપોરે 3-30 કલાકે ફળ ફળાદી હોમ, સાંજે 4-30 કલાકે બીડું હોમ અને સાંજે 5 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. બન્ને દિવસ સવાર, બપોરે અને સાંજે ભક્તો માટે પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 18 ઓગસ્ટના રોજ રાત્રે 9 કલાકે ધૂન-ભજન યોજાશે.