મોરબીના 12070 જેટલા માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓએ આપી કસોટી મોરબી : મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગીતા જ્ઞાન કસોટીમાં મોરબીના 12070 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજના વિદ્યાર્થીઓ ભગવદ ગીતાને જાણે, સમજે તેવા હેતુ સાથે મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ગીતા જ્ઞાન કસોટીનું આયોજન કરાયું હતું. જેમાં માધ્યમિકના 8570 અને કોલેજ વિભાગના 3500 એમ બે વિભાગ મળીને કુલ 12070 જેટલા વિદ્યાર્થીઓએ ગીતાજ્ઞાન કસોટી આપીને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. હવે આગળના તબક્કે બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારની તાલુકા કક્ષાએ કસોટી લેવામાં આવશે અને યોગ્ય ઉપહારથી સ્પર્ધકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ગીતાજ્ઞાન કસોટી આપવામાં સહભાગી થનાર તમામ શાળા, કોલેજનો પ્રિન્સિપાલ, સંચાલક તમામ શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.