ટંકારા : ટંકારા - રાજકોટ હાઇવે ઉપર આર્ય વિદ્યાલય પાસે કાર ચાલકે રીક્ષાને ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા ત્રણ મહિલા સહીત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.14ના રોજ ટંકારા - રાજકોટ હાઇવે ઉપર આર્ય વિદ્યાલય પાસે કાર નંબર જીજે-36-એલ-0553 નંબરના ચાલકે જીજે -36 - યુ -2092 નંબરની રીક્ષાને ઠોકર મારતા મિતાણા ગામના રીક્ષા ચાલક જગાભાઇ વેલજીભાઇ બાંભવા,ખુશીબેન હીરાભાઇ ગોગરા, પુજાબેન ઇન્દુભાઇ ખીટ, ભારતીબેન લખાભાઇ પારધી તથા કુણાલ બળવંતભાઇ ભોરડીયાને ઇજા પહોંચતા રીક્ષા ચાલકની ફરિયાદને આધારે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.